ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ઘટાડો આવી રહ્યો છે.એક સમયે 14000થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જે હવે ઉત્તરોતર ઘટીને દરરોજ 1600 જેટલા કેસો સામે આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકાર હવે અનલોક ની પ્રક્રિયા દ્વારા lockdown માં ધીમે ધીમે કરી વેપાર-ધંધાને છૂટછાટ આપી રહી છે.
તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના 36 શહેરોમાં તમામ વેપારી સંસ્થાઓ, રેકડીઓ, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ, શોપિંગ કોમ્પલેક્સ , હેર કટીંગ સલૂન વગેરે જેવી વેપારી ગતિવિધિઓને તારીખ 4 જૂન થી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપી હતી.
આને કારણે રાજ્યભરના વેપારીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કોરોના ને કારણે તેમની રોજીરોટી બંધ હતી પરંતુ હવે તે ધીરે-ધીરે ફરીથી શરૂ થઇ છે.
કોર કમિટીની મળેલી આ બેઠકમાં અન્ય કેટલાક પણ નિર્ણય કરવામાં આવ્યો છે તેમના હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી ડીલેવરી પણ રાત્રે દસ વાગ્યા સુધી કરી શકાશે.
આ ઉપરાંત આ શહેરોમાં રાત્રિ કરફ્યુ ને વધુ એક અઠવાડિયું લંબાવવામાં આવ્યો છે. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. ત્યાર બાદ તેમા વધુ 8 શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આ તમામ 36 શહેરોમાં 400થી 11 જૂન માટે રાત્રે ૯ થી 06:00 સુધી રાત્રે કર્યું નિયમ લાગુ પડશે.