દેખાવમાં તે સામાન્ય અને મજૂરી કામ કરતી સંજુ દેવી અચાનક નસીબમાં પરિવર્તન થઈ જાય છે. તે એકાએક ૧૦૦ કરોડની સંપત્તિની માલિક હોવાનું સામે આવ્યું છે. સંજુ દેવીના પરિવારમાં બે બાળકો છે. તેમના પતિનું મૃત્યુ આશરે ૧૨ વર્ષ પહેલા થઈ ગયું હતું
સંજુ દેવી ખેતરમાં મજૂરી કરી અને ખેતી કરવા માટે પોતાનો ખર્ચો ઉઠાવી શકે છે. પરંતુ આ ઈન્કમટેક્સ ઓફિસ ના ઓફિસરો દ્વારા સંજુ દેવી ના ઘરે રેડ પાડવામાં આવી હતી ત્યારે સંજુ દેવી આશરે સો કરોડ કરતાં વધારે માલકીન છે. ત્યારે ઈન્કમટેક્ષ ઓફીસરો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા
બે દિવસ પહેલા ઇન્કમટેક્સના અધિકારી અને રાજસ્થાનના સીકર જિલ્લાના આદિવાસી ગામમાં રહેતી સંજુ દેવી ના ઘરે પહોંચ્યા હતા અને અહીં જ પહોંચી અને તેમને જણાવ્યું હતું કે તેમના નામે દિલ્હી અને જયપુર હાઇવે ઉપર 64 વીઘા જમીન છે. તેમની જમીનની કિંમત 300 કરોડ રૂપિયા છે.
આ વાત સાંભળી અને સંજુ દેવી અને તેમના બાળકો પણ ખૂબ જ વધારે આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા અને ઇન્કમટેક્ષના અધિકારીઓ એ સંજય દેવી ને પૂછ્યું હતું કે તેમણે ક્યારેય પણ આ જમીન ખરીદી છે. તો તેમને સંજુ દેવીએ જણાવ્યું હતું કે તેમને ક્યારેય પણ આવી જમીન ખરીદી હતી નહીં
તેમને આવી કોઈ જમીનની ખરીદી વિશે જાણકારી પ્રાપ્ત છે. તેમણે સંજુ દેવી ઇન્કમટેક્ષના અધિકારીઓ ને એવી માહિતી આપી હતી કે વર્ષ ૨૦૦૬માં જયપુરના આમેર જઈ અને તેમને અંગૂઠો લગાવ્યો હતો પરંતુ તેમને ખબર ન હતી કે તેમણે પોતાનો અંગુઠો કઈ વસ્તુ માટે લગાવ્યો હતો
સંજુ દેવીના જણાવ્યા પ્રમાણે તેમના પતિના મૃત્યુ થયા બાદ 12 વર્ષ પછી તે જાણતા નથી કે તેમની પાસે કઈ સંપત્તિ છે. અને ક્યાં છે. અને તેમના પતિનું મૃત્યુ થયા પછી દર મહિને ઘરમાં ૫૦૦૦ રુપીયા આવતા હતા તેમાંથી ૨૫૦૦ તેમની ફઈબા રાખી લેતી હતી
પરંતુ ઘણા વર્ષો પછી તેમના રૂપિયા બંધ થઈ ગયા હતા અને સંજુ દેવી અધિકારીઓને જણાવ્યું હતું કે તેમને ખબર નથી કે તેમને આ પૈસા કોણ મોકલતો હતું. સંજુ દેવીને દર મહિને પાંચ હજાર રૂપિયા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતા હતા અને સમગ્ર ઘટનાની તપાસ કરતા ટેક્સ વિભાગના અધિકારીને એક એવી ફરિયાદ મળી હતી કે દિલ્હીના હાઇવે ઉપર મોટી સંખ્યામાં દિલ્હી અને મુંબઈના ઉદ્યોગપતિઓ ખૂબ જ મોટી રકમ આપી અને જમીનની ખરીદી કરી રહ્યા છે.
પરંતુ આ જમીનની ખરીદી આદિવાસી ના નામે કરવામાં આવે છે. આદિવાસી લોકો જ આ હાઈવે ઉપર ની જમીન ખરીદી કરી શકે છે. એટલે ઉદ્યોગપતિ જમીન ખરીદવા માટે કોઈપણ આદિવાસી વ્યક્તિની શોધ કરે છે. અને તેમના નામ ઉપર જમીન ખરીદે છે. અને તેમને રૂપિયા આપે છે.
તે પોતાના કંપનીના નામે તે લોકો પાસે પાવર ઓફ એટર્ની ઉપર સહી કરાવી લે છે. ત્યાર પછી ઇન્કમટેક્સ અધિકારીને આ ફરિયાદ મળતા તેમણે ત્યાં આવેલી જેમાં જમીનના ઓરીજનલ માલિકોની તપાસ કરતા તેમણે સંજુ દેવીનું નામ મળ્યું હતું અને ત્યાં ફરિયાદ મળ્યા પછી પણ ટેક્ષ વિભાગ દ્વારા સંજય દેવી ના ઘરે જવામાં આવ્યું હતું
તેમણે દિલ્હીના જયપુર હાઇવે ઉપર આશરે ૧૦૦ કરોડથી વધારેની કિંમતવાળી 65 વીઘા જમીન રાજસ્થાનના સીકર જિલ્લાના દેખાવા ગામમાં રહેતી સંજુ દેવી ના નામ ઉપર હતી ત્યાર પછી ઇન્કમટેકસ વિભાગ દ્વારા સંજુ દેવી અને મળવા માટે તેમના ગામડે પહોંચી હતી
પરંતુ ત્યાં તેમને ઘરની સ્થિતિ અત્યંત દયનીય હતી ત્યાર પછી ઇન્કમટેક્સ વિભાગે આ જમીન પોતાના કબજામાં લઈ લીધી હતી અને તેમને જમીન ઉપર બેનર લગાવી દીધું હતું કે આ જમીનને બેનામી સંપત્તિ નિષેધ અધિનિયમ અંતર્ગત આ જમીનને બેનામી જાહેર કરવામાં આવે છે.
આ જમીનને ઇન્કમટેકસ વિભાગ દ્વારા પોતાના કબજામાં લેવામાં આવી રહી છે. ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાંચ ગામની આશરે ૬૫ વીઘા કરતા પણ વધારે જમીન માલિક સંજુ દેવી છે. પરંતુ સંજય દેવી ને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા આ જમીનની ખરીદી કરવામાં આવી નથી તેના કારણે ઈન્કમટેકસ વિભાગે આ સમગ્ર જમીન કબજામાં લઈ લીધી છે. બેનામી સંપત્તિના વિરુદ્ધ આ જમીન ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કબજામાં લેવામાં આવી છે.