જાણો શા માટે રાજા બન્યા પછી દ્રુપદે કર્યું હતું દ્રોણાચાર્યનું અપમાન

મહાભારતમાં પૃષથ નામના એક રાજા ભારદ્વાજ મુનિના મિત્ર હતાં. તેમના પુત્રનું નામ દ્રુપદ હતું. તે ભારદ્વાજ આશ્રમમાં રહીને દ્રોણાચાર્યની સાથે જ શિક્ષા ગ્રહણ કરતો હતો. તે સમયે દ્રોણ અને દ્રુપદ સારા મિત્ર હતાં. એક દિવસ દ્રુપદે દ્રોણાચાર્યને કહ્યું કે જ્યારે હું રાજા બનીશ, ત્યારે તું મારી પાસે રહેજે. મારું રાજ્ય, સંપત્તિ અને સુખ બધા પણ તારો પણ મારી જેમાં જ સરખો અધિકાર રહેશે.

જ્યારે રાજા પૃષથનું મૃત્યુ થયું તો દ્રુપદ પાંચાલ દેશના રાજા બની ગયા. બીજી તરફ દ્રોણાચાર્ય પોતાના પિતાના આશ્રમમાં રહીને તપસ્યા કરવા લાગ્યાં. તેમના લગ્ન કૃપાચાર્યની બહેન કૃપી સાથે થયાં. કૃપીથી તેમને અશ્વત્થામા નામનો પુત્ર પ્રાપ્ત થયો. એક દિવસ બીજા ઋષિપુત્રોને જોઈને અશ્વત્થામા પણ દૂધ માટે રોવા લાગ્યો, પરંતુ ગાય ન હોવાને લીધે દ્રોણાચાર્ય અશ્વત્થામા માટે દૂધનો પ્રબંધ ન કરી શક્યા. આ વાતથી તેમને ખૂબ જ દુઃખ લાગ્યું.

જ્યારે દ્રોણાચાર્યએ જાણ થઈ કે તેમનો મિત્ર દ્રુપદ રાજા બની ગયો છે તો તેઓ બાળપણમાં તેમને કરેલો વાયદો યાદ અપાવા માટે તેમને મળવા ગયાં. ત્યાં જઈને દ્રોણાચાર્યએ દ્રુપદને કહ્યું કે હું બાળપણનો મિત્ર છું. દ્રોણાચાર્યના મુખથી આ વાત સાંભળીને દ્રુપદે તેમનું અપમાન કર્યું અને કહ્યું કે એક રાજા અને એક સાધારણ બ્રાહ્મણ ક્યારેય મિત્ર નથી બની શકતાં. રાજાની શું ગરીબો સાથે દોસ્તી થઈ શકે ખરી?

દ્રુપદની આ વાત દ્રોણાચાર્યને સારી ન લાગી અને તેઓ કોઈ પ્રકારે દ્રુપદને પોતાના અપમાનનો બદલો લેવાની વાત વિચારતાં-વિચારતાં હસ્તિનાપુર આવી ગયાં. આવીને થોડા દિવસો સુધી ગુપ્ત રૂપમાં કૃપાચાર્યના ઘરમાં રહ્યાં.

એક દિવસ યુધિષ્ઠિર અને રાજકુમારો એક મેદાનમાં દડાથી રમી રહ્યાં હતા. ત્યારે દડો ઊંડા કૂવામાં પડી ગયો. રાજકુમારોએ તે દડો કાઢવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ તે ન નિકળ્યો. રાજકુમારોને દડો કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં દ્રોણાચાર્યો જોઈ રહ્યાં હતાં. તેમને રાજકુમારોને કહ્યું કે હું તમારો દડો કાઢી આપું છું, તમે મારી માટે ભોજનનો પ્રબંધ કરી દો.

દ્રોણાચાર્યએ અભિમંત્રિત તણખલાઓની મદદથી કુવામાંથી તે દડો બહાર કાઢ્યો. રાજકુમારોએ જ્યારે આ જોયું તો તેમને ઘણું આશ્ચર્ય થયું. તેમને આ વાત જઈને ભીષ્મ પિતામહને જણાવી. બધી વાત સાંભળીને ભીષ્મ સમજી ગયા કે જરૂર તેઓ દ્રોણાચાર્ય જ છે. ભીષ્મ આદરપૂર્વક દ્રોણાચાર્યને હસ્તિનાપુર લઈ આવ્યાં અને તેમને કૌરવો અને પાંડવોને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શીખવવાની જવાબદારી સોપી દીધી.

જ્યારે કૌરવો અને પાંડવોનો શિક્ષાભ્યાસ પૂર્ણ થયો ત્યારે દ્રોણાચાર્યએ તેમને કહ્યું કે- તમે પાંચાલ દેશના રાજા દ્રુપદને બંદી બનાવીને મારી પાસે લઈ આવો. આ જ મારી ગુરુદક્ષિણા છે. પહેલાં કૌરવોએ રાજા દ્રુપદ પર આક્રમણ કરી તેમને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન થયાં. ત્યારબાદ પાંડવોએ અર્જુનના પરાક્રમથી રાજા દ્રુપદને બંદી બનાવી લીધા અને ગુરુ દ્રોણાચાર્યની પાસે લઈ આવ્યાં, ત્યારે દ્રોણાચાર્યએ તેને અડધું રાજ્ય પાછું આપી દીધું અને અડધું પોતાની પાસે રાખી લીધું. આ પ્રકારે રાજા દ્રુપદ અને દ્રોણાચાર્ય એક સમાન બની શક્યાં

Leave a reply:

Your email address will not be published.

Site Footer