જયારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે દુર્યોધન અને અર્જુન યુદ્ધ માટે મદદ માંગવા આવ્યા ત્યારે શ્રીકૃષ્ણએ બે વિકલ્પ આપ્યા હતા…

યુદ્ધ ની પહેલા દુર્યોધન એ કરી એક ભૂલ, જેના કારણ થી કૌરવો ની હાર થઇ. મહાભારત માં જયારે આ નક્કી થઇ ગયું કે કૌરવ અને પાંડવો ની વચ્ચે યુદ્ધ થશે, ત્યારે અર્જુન અને દુર્યોધન શ્રીકૃષ્ણ પાસે મદદ માંગવા દ્વારિકા ગયા.

પહેલા દુર્યોધન પહોંચ્યા અને એના પછી અર્જુન. એ સમયે શ્રીકૃષ્ણ સુઈ રહ્યા હતા. તેથી બંને એને જાગવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. અમુક સમય પછી શ્રીકૃષ્ણ એ આંખો ખોલી તો એમણે સૌથી પહેલા અર્જુન ને જોયો, કારણ કે તે શ્રીકૃષ્ણ ના પગ ની પાસે બેઠો હતો.

દુર્યોધન પર શ્રીકૃષ્ણ ની નજર ન પડી કારણ કે તે માથા ની પાસે ઉભો હતો. અર્જુન એ શ્રીકૃષ્ણ ને કહ્યું કે વાસુદેવ હું તમારી પાસે યુદ્ધ માટે મદદ માંગવા આવ્યો છું. ત્યારે દુર્યોધન એ પણ કહ્યું કે કૃષ્ણ હું પણ આવ્યો છું અને હું અર્જુન ની પહેલા અહિયાં તમારી પાસે મદદ માંગવા આવ્યો છું.

તેથી પહેલા તમારે મારી મદદ કરવી પડશે. શ્રી કૃષ્ણ એ કહ્યું કે પહેલા મે અર્જુન ને જોયો, પરંતુ તમે અહિયાં પહેલા આવ્યા છો. હવે મારે બંને ની મદદ કરવી પડશે. હવે મારી પાસે તમારા બંને માટે બે વિકલ્પ છે, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી પૂરી નારાયણી સેના.

તમે બંને નક્કી કરી લો, કોણે શું જોઈએ, પરંતુ ધ્યાન રાખજો હું યુદ્ધ માં શસ્ત્ર નહિ ઉઠાવીશ. અર્જુન એ કહ્યું કે મને તો તમારો સાથ જોઈએ. આ સાંભળતા જ દુર્યોધન પ્રસન્ન થઇ ગયો, કારણ કે એને નારાયણી સેના જોતી હતી.

એ સમયે નારાયણી સેના સૌથી ઘાતક સેના માનવામાં આવતી હતી. શ્રી કૃષ્ણ એ બંને ની ઈચ્છા અનુસાર મદદ કરવા માટે સહમતી આપી દીધી. દુર્યોધન એ કરી નાખી ભૂલ આ પ્રસંગ માં દુર્યોધન એ સૌથી મોટી ભૂલ કરી દીધી. એને શ્રીકૃષ્ણ ને છોડીને નારાયણી સેના માંગી લીધી.

જયારે અર્જુન એ શ્રી કૃષ્ણ ને માંગ્યા. અર્જુન એ જાણતો હતો કે જ્યાં ભગવાન હશે જીત ત્યાં જ થશે. જયારે દુર્યોધન એ વાત સમજી ન શક્યો. યુદ્ધ માં સમય સમય પર શ્રીકૃષ્ણ એ પાંડવો ની રક્ષા કરી. દુર્યોધન ની આ ભૂલ ના કારણ થી કૌરવો ની હાર થઇ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer