સુરતમાં આવ્યો મ્યુકોરમાઇકોસિસનો અજીબ કેસ, આખા દેશમાં આ પ્રકારનો પહેલો અને આ કેસ જોઇ ડોકટરોની ટિમ અચંબા માં પડી ગઈ…

સુરતમાં કોરોનાનો તાંડવ જોવા મળી રહ્યો છે ત્યારે , આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે ઉભી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકર માઈકોસીસ’ નામની બીમારીએ માથું ઊંચક્યું છે.

કાન, આંખ અને નાક વાટે શરીરમાં પ્રવેશતી આ ફૂગ દર્દીનો આખો ચહેરો તો બગાડી જ નાખે છે, સાથે સાથે તે મટવાનું પણ નામ લેતી ન હોય દર્દીઓને ભારે હાલાકી સહન કરી રહ્યા છે.

કોસંબાનો વતની 23 વર્ષના યુવક ગઇ 29મી એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયો હતો. કોસંબાની હોસ્પિટલમાં સારવાર લઈ આ યુવાને 4 મેના રોજ કોરોનામાંથી રીકવર થયો હતો. ત્યારબાદ 8મી મેના રોજ એની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

સતત માથું દુ:ખવું,દેખાતું ઓછું થઈ જવું, દાંતમાં સતત ઝણઝણાટી થવી , નાક બંધ થઈ જવું, નાકમાંથી કાળા કલરનું પ્રવાહી નીકળવું, મોઢા ઉપર સોજો આવવો, નાક અને આંખ આસપાસની ચામડી કાળી પડી જવી વગેરે તેનાં લક્ષણો છે. પરંતુ લક્ષણો ખબર પડવાથી હવે તમે આ રોગ ને પારખી નહિ શકો કેમ કે સુરતમાં તાજેતરમાંજ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.

આ યુવકને કોઈ પણ પ્રકારનો ચેપ ન હતો છતાં તેના મગજના ભાગમાં સોજો જણાતા ડોક્ટરે એની સર્જરી કરી હતી.પરંતુ ત્યારબાદ તેને icu માં રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું. મૃત્યુનું કારણ હદયરોગ માનવામાં આવતું હતું પણ બાયોપ્સી ના રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેને મગજમાં કાળી ફૂગનો ચેપ લાગ્યો હતો.

આ જાણી ડોકટર પણ ચોકી ગયા હતા.ડોક્ટરનામત પ્રમાણે આ પ્રથમ કિસ્સો છે જેમાં કોઈ પણ પ્રકારના ચિન્હો વગર જ ઇન્ફેક્શન ફેલાયું હોય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer