તૌકતે વાવાઝોડા ના સૌથી મોટા સમાચાર આવ્યા, જાણો ગુજરાતથી કેટલું દૂર છે અને ક્યારે ટકરાશે

હાલમાં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું ખૂબ જ મોટું બનવાની સાથે સાયકલોનીક સ્ટોર્મ હવે સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં ચોક્કસ પણે બદલાતું જાય છે, તેમા ગુજરાત રાજ્યના ભાવનગરમાં મનપા કમિશનરે રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરી છે

તૌકતે વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર :- અરબી સમુદ્રમાં વાવાઝોડુ ખૂબ જ મજબૂત બન્યું. ગુજરાત ના ભાવનગરમાં 2 દિવસ માટે રસીકરણનો કાર્યક્રમ થયો સંપૂર્ણ પણે બંધ થયો. ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈ ભાવનગરમાં રસીકરણ પ્રભાવિત થયું છે.

ગુજરાત રાજ્યના ભાવનગરમાં 17 અને 18 મે ના દિવસે રસીકરણનો કાર્યક્રમ ચોક્કસ પણે કમિશનર ના કહે વાય પ્રમાણે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.ભાવનગર મનપા કમિશનરે રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. જિલ્લામાં વાવાઝોડાની સંભવિત અસરોને લઈ 2 દિવસ રસીકરણ બંધ રહેશે.

હાલ વાવાઝોડું જાણો કેટલું દૂર છે :- અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું ખૂબ જ વધારે મજબૂત બનવાની સાથે સાયકલોનીક સ્ટોર્મ હવે સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં બદલાયું, 13 કિમિની ઝડપથી દરિયામાં આગળ વધી રહ્યું છે તૌકતે, અત્યારે વાવાઝોડું પંજીમ-ગોવાથી 220, મુંબઈથી 590 અને વેરાવળથી 820 કિમી દૂર છે. જે એક ગંભીર બાબત છે.

હાલ ખસેડાયા મુંબઈમાં કોરોના દર્દીઓને :- ગુજરાતરાજ્યની સાથે મુંબઈ પર પણ તૌકતે વાવાઝોડાની અસરની સંભાવનાને લઈ BMCએ 580 જેટલા કોરોનાના દર્દીઓને જંબો સેન્ટરમાંથી સુરક્ષિત સ્થાને મોકલી દીધા છે. આ દર્દીઓને દહિસર, બીકેસી અને મુલુંડ જંબો સેન્ટરમાંથી સુરક્ષિત સ્થળ પર મોકલી દીધા છે. જે એક સારી બાબત છે.

જેમાં દહિસરથી 183 દર્દી, બીકેસીથી 243 અને મુલુંડથી 154 દર્દીઓને મોકલી દીધા છે. હાલ માં હવામાન ખાતા વાડા એ વાવાઝોડાના કારણે 80 કિમી પ્રતિ કલાક રફતારથી ફુંકાતિ પવનને લઈ ચેતવણી આપી છે. સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે. જેથી બધા ઘરમાં જ રહો સુરક્ષિત રહો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer